google news

દ્વારકા: ફરવાના શોખીનો માટે સારા સમાચાર, હવે આ જગ્યાએ બનશે ટેન્ટ સિટી,ગોવા પછીનો બીજો ગ્રીન ફીલ્ડ બીચ

ગુજરાત રાજ્યને પ્રવાસનનું હબ બનાવવા અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચને વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શિવરાજપુર બીચની પસંદગી કરવામાં આવી હતી.

શિવરાજપુર બીચને વર્લ્ડ ક્લાસ બીચ બનાવવાનું કામ તીવ્ર ગતિએ

ગુજરાત સરકાર દ્વારા ટુરિઝમ સેક્ટરને વેગ આપવાના ઉદ્દેશ્યથી રાજ્યના દરિયાઈ વિસ્તારના વિકાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ 1600 કિલો મીટરનો દરિયા કિનારો ગુજરાત રાજ્યની આસપાસ આવેલો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ટ્યુરિસ્ટની સંખ્યામાં વધારો કરવાના હેતુથી હવે વિવિધ બીચનો વિકાસ કરવાની પ્રક્રિયા કરાઈ રહી છે. હાલ માંડવી, ડુમ્મસ, સોમનાથ અને ચોરવાડ વિસ્તારમાં આવેલા દરિયાઈ કાંઠે પ્રવાસીઓનો જમાવડો જોવા મળે છે ત્યારે હવે શિવરાજપુર બીચને વર્લ્ડ ક્લાસ બીચ બનાવવાનું કામ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. 

આ પણ વાંચો: પાટણ રાણી કી વાવ 360 ડિગ્રી વ્યૂ અહીં જુઓ

પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂ. 200 કરોડનો ખર્ચ

પ્રવાસીઓ માટે સુરક્ષિત એવા વિશ્વના 76 બીચમાં શિવરાજપુર બીચનો સમાવેશ થાય છે. અહીં સાફ પાણી, જોગીંગ ટ્રેક, ચેન્જીંગ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી સુવિધાઓ છે. શિવરાજપુર બીચને ગોવા પછીનો બીજો ગ્રીન ફીલ્ડ બીચ માનવામાં આવે છે. ગુજરાતમાં શિવરાજપુર બીચ એક નવા પ્રવાસન સ્થળ તરીકે ઊપસી રહ્યુ છે. માહિતી મુજબ, અહીં પ્રવાસીઓ રહેવા માટે ઉત્તમ સુવિધાનો અનુભવ લઈ શકે તે માટે ટુરિઝમ વિભાગ અહીં ટેન્ટ સિટી બનાવવાની શરૂઆત કરવા જઈ રહ્યું છે. પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂ. 200 કરોડનો ખર્ચ કરવામાં આવશે તેમ પ્રવાસન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ગુજરાતની મુલાકાત દરમિયાન શિવરાજપુર બીચ આવ્યા હતા અને માધવપુર સાંસ્કૃતિક મેળાનું ઉદ્ઘાટન પણ કરાવ્યું હતું.

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી, ઘરે બૈઠા જુઓ વર્ચ્યુઅલ ટૂર સ્ટેચ્યુ ઑફ યુનિટી

હોમ પેજ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Comment

Join Telegram Channel