ધો 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો

ધોરણ 10 અને 12 ની માર્કશીટ અથવા કોઈપ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી ઓનલાઇન મેળવી શકાશે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે.

પ્રમાણપત્ર મેળવવા માટે

>gsebeservice.org >student   >online student services  >એપ્લીકેશન

ફી કેટલી ?

ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્રની ફી ૫૦/- રૂ. માઇગ્રેશન ફી ૧૦૦/-રૂ તથા સમકક્ષતા પ્રમાણપત્રની ફી ૨૦૦/- રૂ રહેશે. દરેકનો સ્પીડ – પોસ્ટનો ચાર્જ ૫૦/-રૂ રહેશે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા પ્રમાણપત્ર મેળવી શકાશે.

દસ્તાવેજો

૧. માઈગ્રેશન સર્ટિફિકેટ( ધોરણ ૧૦ / ૧૨ પાસ) – માઈગ્રેશન પ્રમાણપત્ર ફી રૂ. 100. રહેશે. – માર્કશીટની ઝેરોક્ષ – L.C ની ઝેરોક્ષ – ID Proof ઝેરોક્ષ( લાયસન્સ , આઘારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાસપોર્ટ)

૨. ડુપ્લીકેટ માર્કશીટ ધોરણ ૧૦/૧૨

– માર્કશીટ ની નકલ  –પ્રમાણપત્ર માટે જરૂરી આઘાર – માર્કશીટની ઝેરોક્ષ / પાસીંગ સર્ટીની ઝેરોક્ષ / શાળાનો આચાર્યનો letter head/ Hall Ticket 

૩. સમકક્ષતા પ્રમાણપત્ર

*ધોરણ ૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ *ધોરણ ૧૦ L.C ની ઝેરોક્ષ *ડિપ્લોમા છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ ઝેરોક્ષ *ડિપ્લોમા પ્રોવીઝનલ સર્ટી / કોન્વોકેશન સર્ટી *ID Proof ની ઝેરોક્ષ

કોઈપણ દસ્તાવેજ મેળવવા માટે ચૂકવેલ ફી પરત મળવા પાત્ર નથી.

ધો 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા