ગીરાધોધ ( સાપુતારા)ગીરાધોધ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લાના વઘઇ થી પાંચ કિલોમીટર ના અંતરે ગીરાધોધ આવેલો છે. અને સાપુતારા થી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. ગીરાધોધ એ અંબિકા નદી કિનારે આવેલો છે. તેની લગભગ 75 ફૂટની ઊંચાઈએથી નદીમાં પડે છે. ગીરા ધોધ એ કુદરતી સૌંદર્ય અને લીલાછમ ઝાડ ની વચ્ચે જોવા મળે છે
ઝરવાણી ધોધ ( વડોદરા)ઝરવાણી ધોધ એ નર્મદા જીલ્લામાં આવેલો છે. ઝરવાણી ધોધ જોવા માટે રાજપીપળાથી કેવડિયા કોલોનીની બાજુમાં 28 કિલોમીટરના અંતરે જવું પડે છે . થાવડાયા ચેકપોસ્ટ સાત કિલોમીટર દૂર આવેલો છે. અને વડોદરા શહેર થી 90 કિલોમીટર ના અંતરે આવેલો છે.કુદરતી સૌંદર્યથી ભરેલો આ જરવાણી ધોધ બારેમાસ વહે છે.
હાથણી માતા ધોધ (વડોદરા)ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ની બાજુમાં હાથણી માતાનો ધોધ આવેલો છે. જાંબુઘોડા થી 16 કિલોમીટર અને ધોધંબા થી 18 કિલોમીટર દૂર સરસવા ગામ પાસે હાથણી માતાનો ધોધ આવેલો છે.આ સિવાય આ સ્થળે જવા માટે હાલોલ થી પાવાગઢ અને શિવરાજપુર થઈને પણ જવાય છે. ગોધરાથી આ ધોધનું અંતર 56 કિલોમીટર જેટલું છે અને વડોદરાથી 80 કિલોમીટર જેટલું દૂર છે.હાથણી માતાના ધોધ ની સુંદરતા વરસાદ પડતાં એટલી સુંદર થઈ જાય છે
બરડા ધોધ (પંચમહાલ)ડાંગના જંગલમાં આવેલો આ બરડા ધોધ પંચમહાલ તરફ જતા10 કિલોમીટર દૂર આવેલો છે ચોમાસામાં વરસાદના લીધે આ ધોધનો પ્રવાહ ખૂબ જોવા મળે છે.. ચનખલ ગામથી બરડા ધોધ ચાલતા જવા માટે પણ રસ્તો છે 30 મિનિટનો સમય લાગે છે. આ ધોધને જોઇને કોઇનું પણ મન મોહી લે એવું દ્રશ્ય સર્જે છે.
ચીમેર નો ધોધ (ડાંગ)ચિમેર નો ધોધ ડાંગ જીલ્લામાં આવેલો છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને બધા ને ત્યાં જ રહી જવાનું મન થઈ જાય છે. આ ધોધ ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે. ચિમેર નો ધોધ 300 મીટરની ઉંચાઈએથી સીધો જ પડે છે. ચોમાસામાં આ ધોધ જંગલોની વચ્ચે હોવાથી ખુબ જ સુંદર લાગે છે
ઝાંઝરી ધોધ (દહેગામ)ઝાંઝરી ધોધ અમદાવાદથી 74 કિલોમીટરના અંતરે દહેગામ પાસે આવેલો છે અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ ની બાજુમાં વાત્રક નદીના કિનારે આવેલો છે. બાયડ થી આશરે 12 કિલોમીટર દૂર છે. ઝાંઝરી ધોધ બારે માસ માટે નથી હોતો પરંતુ ચોમાસામાં તે નો નજારો ખૂબ જ નયનરમ્ય હોય છે
નિનાઈ ધોધ (ભરૂચ)નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં નિનાઈ ધોધ આવેલો છે. ડેડીયાપાડા થી આશરે35 કિલોમીટર અને સુરતથી143 કિલોમીટર દૂર છે. તેની ઊંચાઈ 20 ફૂટથી વધુ છે. રમણિય જંગલોની વચ્ચેથી આ નિનાઈ ધોધ વહે છે. ચોમાસામાં આ ધોધનો નજારો અવિસ્મરણીય છે