VMC Apprentices Bharti 2023: વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વર્ષ 2023ના સત્રમાં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.
VMC એપ્રેન્ટીસ ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | VMC એપ્રેન્ટીસ ભરતી 2023 |
પોસ્ટ નામ | VMC Apprentices Bharti 2023 |
કુલ જગ્યા | – |
સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
સ્થળ | વડોદરા |
છેલ્લી તારીખ | 13/03/2023 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
VMC Apprentices Bharti 2023
જે મિત્રો વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023ની રાહ જોઈ રહ્યા હતા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 / VMC ભરતી 2023
VMC એપ્રેન્ટીસ ભરતી 2023ની જગ્યાઓ માટે ભરતી જાહેર કરેલ છે તેની તમામ વિગતો નીચે મુજબ છે.
અનુ. | ટ્રેડનું નામ | લાયકાત |
1 | ઓફીસ ઓપરેશન્સ એક્ઝીક્યુટી (બેંક ઓફીસ) | સ્નાતક (સામાન્ય/વાણિજ્ય પ્રવાહ) (વર્ષ 2016 કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે) |
2 | કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી. (કોપા) | આઈ.ટી.આઈ. ટ્રેડ (કોપ) પાસ |
3 | હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
4 | સર્વેયર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
5 | વાયરમેન | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
6 | ફીટર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
7 | ઈલેક્ટ્રીશ્યન | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
8 | રેફ્રીજરેટર એન્ડ એરકંડીશન મીકેનીક | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
9 | ડ્રાફ્ટસમેન સિવિલ | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
10 | મીકેનીક અર્થ મુવિંગ મશીનરી | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
11 | મીકેનીક મોટર વ્હીકલ | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
12 | મીકેનીક ડીઝલ | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
13 | બુક બાઇન્ડર | 10 પાસ |
14 | હોર્ટીકલ્ચર આસી. | 10 પાસ |
સરકારી નિયમ મુજબ પગાર મળશે
સરકાર શ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
આગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહી. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવા પાત્ર થશે.
ઓફીશીયલ વેબસાઈટમાંથી ફોર્મ મળશે
વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે. અરજીના કવર પર મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટથી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી. અધુરી વિગતવાળી, જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
આ પણ વાંચો: ONGC અમદાવાદ ભરતી 2023: છેલ્લી તારીખ- 09/03/2023
અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
આપેલ સરનામે અરજી કરવાની રહેશે
ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં 127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા – 390001ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તારીખ 13-03-2023 સુધીમાં મોકલવાની રહેશે.
એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઈ.ટી.આઈ. / સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
આ પસંદગી કામચલાઉ હોઈ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઈ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.
નોંધ: અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ સૂચનાઓ વાંચો અને પછી જ અરજી કરો.
આ પણ વાંચો: જામનગર મહાનગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 15/03/2023
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |