Tourism Award : પ્રવાસન મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે 28 અને 29 માર્ચના રોજ બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પ્રવાસન ક્ષેત્ર માટે વિવિધ કેટેગરીમાં એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ ફંક્શનમાં ગુજરાતને બે કેટેગરી હેઠળ એવોર્ડ પ્રાપ્ત થયા, ‘સર્વશ્રેષ્ઠ ઇન્ટરપ્રિટેશન સેન્ટર’ ની કેટેગરીમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતેના વોચ ટાવરમાં આવેલ ઇન્ટરપ્રિટેશન સેન્ટરને એવોર્ડ પ્રાપ્ત થયો. ‘સર્વશ્રેષ્ઠ સાઉન્ડ એન્ડ લાઇટ શૉ’ ની કેટેગરીમાં ગુજરાતને રનર્સ અપ એટલે કે બીજા નંબર પર એવોર્ડ પ્રાપ્ત થયો છે.
વડનગરમાં શર્મિષ્ઠા તળાવ સ્થિત વોચ ટાવરમાં આવેલ ઇન્ટરપ્રિટેશન સેન્ટરને આ શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત થયો
રાજકોટ સ્થિત આલ્ફ્રેડ હાઈસ્કૂલના સાઉન્ડ એન્ડ લાઇટ શૉને રનર્સ અપ એવોર્ડ મળ્યો
નવી દિલ્હી ખાતે આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીના હસ્તે ગુજરાતના માનનીય પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ગુજરાતના પ્રવાસન વિભાગને મળેલો ‘સર્વશ્રેષ્ઠ ઇન્ટરપ્રિટેશન સેન્ટર’ નો એવોર્ડ સ્વીકાર્યો હતો. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્વદેશ દર્શન યોજના હેઠળ આ એવોર્ડ્સ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: SBI બેંક ભરતી 2023,છેલ્લી તારીખ- 31 માર્ચ 2023
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે