google news

સદાય રહેવા યુવાન કરો આ આહારનું સેવન શિયાળામાં હાડકાં મજબૂત રહે તે માટે દરરોજ તડકે બેસવું તે ઉપરાંત આમળા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

સદાય રહેવા યુવાન કરો આ આહારનું સેવન શિયાળામાં હાડકાં મજબૂત રહે તે માટે દરરોજ તડકે બેસવું તે ઉપરાંત આમળા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં જો ગરમા ગરમ કેસર, બદામ, પિસ્તા યુક્ત દૂધ કે પછી દૂધમાં અડધી ચમચી જેટલી હળદર ને એક ચપટી ઈલાયચી પાવડર નાખી પીવાથી શરીર તંદુરસ્ત રહે છે. સવારએ આળસ ખંખેરી વહેલા ઉઠી વ્યાયામ કે યોગાસન ને શાસ્ત્રોમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. શિયાળામાં ઉત્તમ આહારમાં તલ,ગોળ, ઘી નાખીને બનાવેલ લાડુ કે ચીક્કી ખાવી તે ઉપરાંત અડદિયુ કે પછી ઘઉં માંથી તલના તેલ કે ઘી સાથે બનાવેલ વાનગી આરોગવી. શિયાળામાં આવતા લાલ ગાજર ને વળી અવનવા લીલા શાકભાજી આંખોના રોગોથી મુક્તિ અપાવે છે. આંખમાં થતી બળતરા કે પછી ચશ્માંના નંબર આવતા અટકાવે છે. યુવાન દેખાવા સવારે જ્યુસનું સેવન કરો ને નારિયળ પાણી તો ખુબ જ ફાયદાકારક છે. ચોખ્ખું ઘી, શિંગદાણા, તલ, કોપરાંનું છીણ, ખસખસ નાખી લાડુ બનાવી રોજ એક મીડીયમ સાઈઝનો લાડુ આરોગી જવો. કચરીયું પણ શિયાળામાં ખુબ પ્રખ્યાત છે.

આ પણ વાંચો:PF બેલેન્સ: આ ચાર રીતે ઘરે બેસીને તમારું PF બેલેન્સ ચેક કરો

હોમ પેજ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Join Telegram Channel