શેરમાર્કેટના કિંગ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ લીધા હતા. દલાલ સ્ટ્રીટના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે નિધન થયું છે. રાકેશ ઝુનઝુનવાલા, જેમણે રૂ. 5000 થી રૂ. 43.39 હજાર કરોડની સફર કરનાર શેરબજારના બિગ બુલ ઝુનઝુનવાલા 62 વર્ષના હતા. ઝુનઝુનવાલાએ ગયા અઠવાડિયે ‘અકાસા’ એરલાઇન સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. 1992માં જ્યારે હર્ષદ મહેતા કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે તેમણે શોર્ટ સેલિંગ દ્વારા જંગી નફો કર્યો હતો.
ઝુનઝુનવાલાની પાસે આજે હજારો કરોડની સંપત્તિ છે
રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેરબજારમાંથી કમાણી કર્યા બાદ બિગ બુલે એરલાઇન સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો હતો. તેમણે નવી એરલાઇન કંપની અકાસા એરમાં મોટું રોકાણ કર્યું હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ કામગીરી શરૂ કરી દીધી છે. શેરબજારમાં રોકાણ કરનાર ઝુનઝુનવાલાની પાસે આજે હજારો કરોડની સંપત્તિ છે. રસપ્રદ વાત એ છે કે આટલી સંપત્તિ ધરાવતી વ્યક્તિની યાત્રા માત્ર 5 હજાર રૂપિયાથી શરૂ થઈ હતી.
અકાસા એરની કામગીરી શરૂ થઈ ગઈ છે
અકાસાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ મુંબઈથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અકાસા એરની પ્રથમ ફ્લાઇટના ઉદઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા. તેમણે અકાસાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. તેમની સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહ પણ હાજર હતા. અકાસા એરએ 13મી ઓગસ્ટથી ઘણા વધુ રૂટ પર તેની સેવા શરૂ કરી છે.
આ પણ વાંચો –તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે, કેવી રીતે ચેક કરવું ?
ઝૂનઝૂનવાલાની સફળતાની શરૂઆત માત્ર પાંચ હજાર રૂપિયાથી થઈ
ભારતના વોરેન બફેટ તરીકે જાણીતા રાકેશ ઝૂનઝૂનવાલાની કમાણી મુખ્યત્વે શેરબજારમાંથી હતી. ઝૂનઝૂનવાલાની આ સફળતાની કહાનીની શરૂઆત માત્ર પાંચ હજાર રૂપિયાથી થઈ હતી. આજે તેમની નેટવર્થ લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે. આ સફળતાના કારણે ઝૂનઝૂનવાલાને ઈન્ડિયન સ્ટોક માર્કેટના બિગબુલ અને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે. જ્યારે સામાન્ય ઈન્વેસ્ટર્સ શેરબજારમાં પૈસા ગુમાવી રહ્યાં હોય છે, ત્યારે પણ ઝૂનઝૂનવાલા કમાણી કરવામાં સફળ રહેતા હતા.
ભારતીય શેરબજારના ‘બિગ બુલ’ કહેવામાં આવે છે
રાકેશ ઝુનઝુનવાલાએ કોલેજના દિવસોથી જ શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. એકવાર રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું હતુ કે શરૂઆતમાં $100નું રોકાણ કર્યું હતુ. ખાસ વાત એ છે કે તે સમયે સેન્સેક્સ ઈન્ડેક્સ 150 પોઈન્ટ પર હતો, જે હવે 60 હજારના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
આ પણ વાંચો – હર ઘર તિરંગાનો ફોટો બનાવો, તમારા મોબાઈલમાં ફોટો બનાવવા અહીં ક્લીક કરો
મહત્વપૂર્ણ લિંક :
હોમ પેજ | અહીં ક્લીક કરો |
વોટ્સએપ્પ ગ્રુપ માં જોડાઓ | અહીં ક્લીક કરો |