આ વર્ષે હજ યાત્રા માટે સાઉદી અરેબિયા જનારાઓ માટે સારા સમાચાર છે. સાઉદી અરેબિયાએ 2023માં તમામ પ્રતિબંધો હટાવી દીધા છે જે તેણે બે વર્ષ પહેલા 2020માં કોરોના વાયરસ મહામારીને કારણે લગાવ્યા હતા. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે 9 જાન્યુઆરીએ ટ્વિટર પર આની જાહેરાત કરતા કહ્યું, ‘1444H માં હજ યાત્રીઓની સંખ્યા, વય પ્રતિબંધ વિના કોરોના મહામારી પહેલા જેવી જ સ્થિતિમાં પરત ફરશે.’
હજ અને ઉમરાહ મંત્રી તૌફિક અલ-રબિયાહે હજ એક્સ્પો 2023ના ઉદઘાટન દરમિયાન આની જાહેરાત કરી હતી. 2023માં હજ સીઝન 26 જૂનથી શરૂ થઈ શકે છે. સ્થાનિક મીડિયા અનુસાર, હજ અને ઉમરાહ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે, આ વર્ષે નોંધણી માટે પ્રાથમિકતા એવા લોકોને આપવામાં આવશે જેમણે અગાઉ ક્યારેય હજ નથી કરી. અગાઉ એવા અહેવાલ હતા કે મંત્રાલય હજ યાત્રીઓને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ દ્વારા વિઝા માટે અરજી કરવાની મંજૂરી આપવા જઈ રહ્યું છે.
ગયા વર્ષે વય મર્યાદા નક્કી કરાઈ હતી
2019માં કોરોના મહામારીની અસર હજ યાત્રા પર પણ પડી હતી. વિશ્વવ્યાપી પ્રતિબંધો પહેલા, હજ કરનારા લોકોની સંખ્યા 2.6 મિલિયન હતી. કોવિડ બાદ સાઉદી સરકારે 2022માં 10 લાખ હજ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું. જો કે, ગયા વર્ષે ફક્ત 18થી 65 વર્ષની વયના લોકોને જ હજ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી અને જેઓ કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત હતા.
આ પણ વાંચો:રણ ઉત્સવ 360 અહીં જુઓ
સાઉદી અરેબિયા હજ યાત્રીઓને સુવિધા પૂરી પાડે છે
કોરોના મહામારીના પ્રતિબંધ હટાવ્યા પછી, સાઉદી અરેબિયાની સરકાર વિશ્વભરના હજ યાત્રીઓને ઘણી સુવિધાઓ આપી રહ્યી છે. ત્યારે ગયા વર્ષે મહિલાઓને મોટી રાહત આપતા સાઉદી સરકારે તેમને પુરૂષ સાથી ‘મેહરમ’ વગર હજ કરવાની મંજૂરી આપી હતી. આ સિવાય ઉમરાહ વિઝાની અવધિ 30થી વધારીને 90 દિવસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી, ઘરે બૈઠા જુઓ વર્ચ્યુઅલ ટૂર સ્ટેચ્યુ ઑફ યુનિટી
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે