google news

Riverfront Kayaking: કાયાકિંગના શોખીનો માટે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કાયાકિંગ સેવા શરૂ કરવામાં આવશે

Riverfront Kayaking: સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(Sabarmati Riverfront Development Corporation Limited) દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સાબરમતી નદી(Sabarmati river)માં આગામી શુક્રવારથી કાયાકિંગ સેવા શરૂ કરવામાં આવશે. 31 માર્ચને શુક્રવારથી રિવરફ્રન્ટ(Riverfront) ખાતે કાયાકિંગ શરૂ કરવામાં આવશે.

સરદાર બ્રિજની નીચે આવેલા ઘાટ નં 11 થી આંબેડકર બ્રિજ તરફ કાયાકિંગની રમત શરૂ કરાશે. કાયાકિંગ કરનારા શોખીનોને આરંભમાં 800 મીટરથી 1 કિ.મી સુધીનું એક ચક્કર મારવા દેવામાં આવશે.

કાયાકિંગ જેવી વોટર સ્પોર્ટસ હાલ ગોવા, કેરળ સહિતના દરિયા કિનારાના રાજ્યો અને ઉત્તરાખંડના ઋષિકેશમાં જોવા મળે છે. અમદાવાદમાં પ્રથમવાર આ પ્રકારની વોટર સ્પોર્ટ્સ સેવા ઉપલબ્ધ બનશે.

કાયાકિંગના શોખીનો કાયાકિંગની મજા માણવા નદીમાં ઉતરે તે પહેલાં જેકેટ, રેસ્ક્યુ બોટ અને લાઇફગાર્ડ જેવા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવશે. જોકે, 12 વર્ષથી વધુ વયના લોકો જ કાયાકિંગની મજા માણી શકશે. શરૂઆતમાં સાત ડબલ સીટવાળી, ત્રણ સિંગલ સીટવાળી અને એક રેસ્ક્યુ બોટ રહેશે. કાયાકિંગ કરવા ઇચ્છતા શોખીન લોકોને સૌ પ્રથમ વોટર સ્પોર્ટ્સ ઓપરેટર દ્વારા તાલીમ આપવામાં આવશે. તેઓને કાયાકને કેવી રીતે પેડલ મારવા, કેવી રીતે ડાબી-જમણી બાજુએ ટર્ન લેવો જેવી મહત્વની બાબતો શીખડાવવામાં આવશે.

આ પણ વાંચોજુનીયર ક્લાર્ક કોલ લેટર 2023, ક્યારથી ડાઉનલોડ થશે કોલ લેટર ?

હોમ પેજ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Join Telegram Channel