ભારતની બહાર રહેતા ભારતીયોએએ આ વર્ષે રેકોર્ડ સ્તરે ભારતમાં નાણાં મોકલ્યા છે. આ સાથે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને નવો બૂસ્ટ મળશે. ભારત વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મોકલનાર દેશ બનવાની આરે છે. આ વર્ષે ભારતમાં રેમિટન્સનો પ્રવાહ 12% વધુ રહ્યો છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ, ભારતમાં આ વર્ષે રેમિટન્સમાં લગભગ $100 બિલિયનનો વધારો થયો છે. જેના કારણે મેક્સિકો, ચીન અને ફિલિપાઈન્સમાં આવતા નાણાંની સરખામણીમાં ભારત ઘણું આગળ વધી ગયું છે.
કુશળ ભારતીયોએ અમેરિકા, બ્રિટન અને સિંગાપોર જેવા સમૃદ્ધ દેશોમાં રહે છે. આ જૂથ હવે ભારતમાં વધુ પૈસા મોકલી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતીયો ખાડી દેશોમાં ઓછા પગારવાળી નોકરીઓથી દૂર ગયા છે.
વિશ્વના સૌથી મોટા ડાયસ્પોરામાંથી આવતા નાણાં એ ભારત માટે રોકડનો મુખ્ય સ્ત્રોત છે. ગયા વર્ષે ભારતને તેના વિદેશી ચલણ ખાતામાંથી આશરે $100 બિલિયનનું નુકસાન થયું હતું. રેમિટન્સ ભારતના કુલ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના 3 ટકા છે.
વર્લ્ડ બેંકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જણાવ્યું હતું કે 2020-21માં ઉચ્ચ આવક ધરાવતા દેશોમાંથી ભારતમાં રોકડ ટ્રાન્સફર 36% સુધી પહોંચી ગયું છે. જે 2016-2017ના 26% કરતા ઘણું વધારે છે. દરમિયાન, સાઉદી અરેબિયા, UAE જેવા પાંચ ગલ્ફ દેશોમાંથી આ રેમિટન્સ 54% થી ઘટીને 28% પર આવી ગયું છે.