google news

સાયન્સ અને સાયલેન્સનો સમન્વય જ સુખ શાંતિ આપશે: શિવાની દીદી

જૂનાગઢમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે શિવાનીદીદીના વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો ‘જીવનકી ખુશીયા અપને હાથ મેં’ વિષય અંતર્ગત તેઓએ મનનીય પ્રવચન આપતા કહ્યું હતું કે જીવન અને જગતના આધ્યાત્મિક રહસ્યો ઉપર નિયંત્રણ લાવશે અને એકનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે સ્વ પરિવર્તન જ વિશ્વ પરિવર્તન લાવશે અને આ ભારતભૂમિ ફરી સ્વર્ણીમ ભૂમિ બની જશે આપણી અપેક્ષાઓ લગાવ જ આપણને દુઃખી કરે તેમણે મેડીટેશન ગહેરો અનુભવ કરાવી હજારોની સભાને દિવ્ય શાંતિનો અલૌકિક આનંદનો અનુભવ કરાવતા કહ્યું હતું કે મેડીટેશન અર્થાત રાજયોગી એ પરમાત્મા શક્તિની સાથે કનેક્ટ થવાની સહજ વિધિ છે મેડીટેશન શક્તિઓથી ચાર્જ કરવાની રીત છે 24 કલાકમાં સ્વ અર્થાત પરમાત્માને શક્તિશાળી બનાવવા એક કલાક મેડીટેશન અને આધ્યાત્મિકતા માટે સમય આપવો જોઈએ શાંતિ એ દુનિયાની સર્વોચ્ચ શક્તિ છે

સાયન્સ અને સાયલન્સનો સમન્વય જ સુખ શાંતિ આપશે તાજેતરમાં જ બનેલ જુનાગઢ સેવા કેન્દ્રના નવા નવ જ્યોત ભવન અને વિશાળ ડાયમંડ હોલની પ્રશંસા કરતા કહ્યું કે કાર્યક્રમો દ્વારા અનેક આત્માઓ આધ્યાત્મિકના રંગથી રંગાશે જેમણે પણ આ ભવનના નિર્માણમાં પોતાનું તન મન ધન લગાડ્યું છે તે પુણ્ય કમાતા રહેશે જુનાગઢ સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્ર.કુ.દમયંતીદીદી અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા બોમ્બે ગામદેવીના બ્ર.કુ.નેહાબેન બ્ર.કુ શિવાનીદીદીનું સ્વાગત કર્યું હતું

આ પણ વાંચો:શું ખરેખર ભગવાનનું અસ્તિત્વ છે?

હોમ પેજ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Join Telegram Channel