UPI: નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ટ્રાન્ઝેક્શન શુલ્ક અંગે સ્પષ્ટતા કરી કે UPI દ્વારા બેંક ખાતામાંથી અન્ય બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શન કરવા માટે ગ્રાહકોને કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. UPI ટ્રાન્ઝેક્શન એક બેંકથી બીજી બેંકમાં કરવામાં આવે તો પણ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
NPCIએ PPI વોલેટ્સને ઇન્ટરઓપરેબલ UPI ઇકોસિસ્ટમનો ભાગ બનવાની મંજૂરી આપી છે. ઇન્ટરચેન્જ ચાર્જ ફક્ત PPI(પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ) મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન્સ પર જ લાગુ થશે. અને આ માટે ગ્રાહકે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
જો તમે વોલેટથી 2 હજારથી વધુનું ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડી શકે છે. એટલે કે, જો તમે વોલેટ, ક્રેડિટ કાર્ડ જેવા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) દ્વારા UPI પેમેન્ટ કરો છો, તો તમારે ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે. આ શુલ્ક તમારા દ્વારા વેપારીને કરવામાં આવેલી કુલ ચુકવણીના 1.1% હશે. આ પણ ત્યારે જ્યારે આ ટ્રાન્ઝેક્શન 2000 રૂપિયાથી વધુ હશે. બેંકથી બેંક વ્યવહારો હજુ પણ સંપૂર્ણપણે મફત છે.
Google Pay, Paytm, PhonePe અથવા અન્ય એપ્સ દ્વારા કરવામાં આવેલી ચુકવણી પર 1.1 ટકા સુધીનો વિનિમય દર ચૂકવવો પડશે.UPI અનુસાર, દેશમાં ગ્રાહકો અને વેપારીઓ માટે દર મહિને 8 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન બિલકુલ મફતમાં પ્રોસેસ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ભારત સંચાર નિગમ લિમિટેડમાં ભરતી, છેલ્લી તારીખ- 15 એપ્રિલ 2023
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ [તમે આ લેખ sarkarinaukrihona.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે