google news

NHM મોરબી ભરતી 2023: સ્ટાફ નર્સ અને અન્ય જગ્યાઓ અંતે ભરતી

NHM મોરબી ભરતી 2023: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જીલ્લામાં સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન અને અન્ય કર્મચારીઓની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ભરવા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે.

NHM મોરબી ભરતી 2023

પોસ્ટ ટાઈટલ NHM મોરબી ભરતી 2023 (NHM મોરબી)
પોસ્ટ નામ સ્ટાફ નર્સ, લેબ ટેકનીશીયન અને અન્ય
કુલ જગ્યા 40
સંસ્થા નેશનલ હેલ્થ મિશન (NHM)
અરજી છેલ્લી તારીખ 27-03-2023
સત્તાવાર વેબ સાઈટ www.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકાર ઓનલાઈન

NHM Morbi Bharti 2023 / NHM Morbi Recruitment 2023

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જીલ્લામાં વિવિધ 11 માસના કરાર માટેની 40 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 20-03-2023 થી તારીખ 27-03-2023 સુધીમાં arogyasathi.gujarat.gov.in જઈને ફોર્મ ભરી શકશે.

નેશનલ હેલ્થ મિશન મોરબી ભરતી 2023

જે મિત્રો NHM Morbi ભરતી 2023ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રકાર, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી નીચે મુજબ છે.

NHM ભરતી 2023 / નેશનલ હેલ્થ મિશન ભરતી 2023

જગ્યાનું નામ કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત
આયુષ તબીબ (RBSK) 4 BHMS / BAMS ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
આયુષ તબીબ (PHC કક્ષાએ) 1 BHMS / BAMS ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશન 1 M.Sc. Food and Nutrition / Post Graduate diploma in food and nutrition / dietetics.
ફાર્માસિસ્ટ (RBSK/PHC) 12 B.Pharm / M.Pharm ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
ફાર્માસિસ્ટ (GUHP) 1 B.Pharm / M.Pharm ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
લેબોરેટરી ટેકનીશીયન 1 B.Sc. કેમેસ્ટ્રી/માયક્રોબાયોલોજી, M.Sc. ઓર્ગેનિક કેમેસ્ટ્રી/માયક્રોબાયોલોજી તેમજ ગુજરાતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી DMLTનો એક વર્ષનો કોર્ષ ફરજીયાત કરેલ હોવો જોઈએ.
સ્ટાફ નર્સ 6 B.Sc. નર્સિંગ / ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ અને મીડવાઈફરી (GNM).
RBSK ફિમેલ હેલ્થ વર્કર 12 FHW / ANM ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ફરજીયાત જોઈએ.
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સીન લોજીસ્ટીક આસિસ્ટન્ટ 1 10th પાસ અને ITI (રેફ્રીજરેટર એર કંડીશનર કોર્ષ).
એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર 1 બી.કોમ તથા કોમ્પ્યુટર એપ્લીકેશનનો ડીપ્લોમાં સર્ટીફીકેટ કોર્ષ અને ટેલી, એમ.એસ.ઓફીસ કોર્ષ તથા ઓફીસ સંચાલન અને ફાઈલ પદ્ધતિમાં કુશળતા સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગની જાણકારી.

આ પણ વાંચો: GMDC ભરતી 2023 : સુપરવાઇઝર અને હેડ પોસ્ટ માટે ભરતી ,છેલ્લી તારીખ-31/03/2023

વય મર્યાદા / પગાર

જગ્યાનું નામ મહતમ ઉંમર માસિક વેતન
આયુષ તબીબ (RBSK) 40 વર્ષ રૂ. 25000/-
આયુષ તબીબ (PHC કક્ષાએ) 40 વર્ષ રૂ. 25000/-
પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશન 35 વર્ષ રૂ. 14000/-
ફાર્માસિસ્ટ (RBSK/PHC) 40 વર્ષ રૂ. 13000/-
ફાર્માસિસ્ટ (GUHP) 40 વર્ષ રૂ. 11000/-
લેબોરેટરી ટેકનીશીયન 58 વર્ષ રૂ. 13000/-
સ્ટાફ નર્સ 45 વર્ષ રૂ. 13000/-
RBSK ફિમેલ હેલ્થ વર્કર 45 વર્ષ રૂ. 12500/-
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સીન લોજીસ્ટીક આસિસ્ટન્ટ 40 વર્ષ રૂ. 10000/-
એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર 40 વર્ષ રૂ. 13000/-

ઓનલાઈન અરજી કરવા અંગેની જરૂરી સુચના

ઉમેદવારની ફક્ત ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.

એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવારોએ કોમ્પ્યુટર પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023: છેલ્લી તારીખ- 28/03/2023

વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 27-03-2023ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.

નિમણૂક લગત આખરી નિર્ણય મીશન ડાયરેક્ટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મોરબીનો રહેશે.

ભવિષ્યમાં ઉપરોક્ત જગ્યામાંથી અથવા અન્ય કોઈ જગ્યા ખાલી પડે ત્યારે પ્રતીક્ષાયાદીના ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.

NHM મોરબી ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

NHM મોરબી ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો arogyasathi.gujarat.gov.in પર જઈએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM મોરબી ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 27-03-2023

આ પણ વાંચો: સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023,છેલ્લી તારીખ -27 માર્ચ 2023

મહત્વપૂર્ણ લિંક:

NHM Vadodara સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો
Join Telegram Channel