google news

પોલેન્ડ પર મિસાઈલ હુમલો,શું યુક્રેન યુદ્ધમાં નાટો કૂદી પડશે? પોલેન્ડ પર આ મિસાઈલ કોણે છોડ્યું તે હજુ સ્પષ્ટ નથી

યુક્રેન યુદ્ધ વચ્ચે પોલેન્ડ પર મિસાઈલ હુમલાથી વિશ્વભરમાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ભય વધી ગયો છે. સોશ્યિલ મીડિયામાં ત્રીજા વિશ્વયુદ્ધનો ટ્રેન્ડ થવા લાગ્યો. તેનું કારણ એ હતું કે પોલેન્ડ નાટોનો સભ્ય દેશ છે. જો નાટો યુક્રેન યુદ્ધમાં કૂદી પડે છે, તો તે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી શકે છે.

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે નાટો દેશ પોલેન્ડ પર મિસાઈલ હુમલાથી આખી દુનિયા હચમચી ગઈ છે. પોલેન્ડ પર આ મિસાઈલ કોણે છોડ્યું તે હજુ સ્પષ્ટ નથી. યુક્રેન બોર્ડર પાસે આ જોરદાર હુમલામાં પોલેન્ડના બે ગ્રામજનો માર્યા ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને બાલીમાં જી7 દેશોની ઈમરજન્સી મીટિંગ બોલાવી અને કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મિસાઈલ કદાચ રશિયા દ્વારા છોડવામાં આવી નથી. નાટો દેશોએ પોલેન્ડ પર મિસાઈલ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. મિસાઈલ હુમલા બાદ નાટોએ પણ ઈમરજન્સી સમિટ બોલાવી છે. બીજી તરફ રશિયાએ પોલેન્ડ પર મિસાઈલ હુમલાના દાવાને ફગાવી દીધો છે.

વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા ફેબ્રુઆરી 2022 માં તે સમયથી શરૂ થઈ ગઈ છે જ્યારે રશિયાએ યુક્રેન પર ભીષણ હુમલો શરૂ કર્યો હતો. હવે યુક્રેન પર રશિયાના સતત મિસાઈલ હુમલા વચ્ચે પશ્ચિમી દેશો સાથે તેનો તણાવ સતત વધી રહ્યો છે. જોકે નિષ્ણાતો કહે છે કે તેની શક્યતા ઘણી ઓછી છે.

આ પણ વાંચો: કેવી રીતે કમ્યુનિકેશન સ્કિલ્સ સુધારવું

હોમ પેજ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Join Telegram Channel