કરજણ નગરપાલિકા ભરતી 2022 : કરજણ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી/બઢતીના મંજુર થયેલ નિયમોને આધીન સ્પર્ધાત્મક પરીક્ષા / મેરીટના આધારે ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
કરજણ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | કરજણ નગરપાલિકા ભરતી 2022 |
પોસ્ટ નામ | ક્લાર્ક અને અન્ય |
કુલ જગ્યા | 09 |
સ્થળ | કરજણ, વડોદરા |
અરજી શરૂ તારીખ | 18-10-2022 |
અરજી છેલ્લી તારીખ | 18-11–2022 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
નગરપાલિકા ભરતી 2022
જે મિત્રો નગરપાલિકા ક્લાર્ક ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
ક્લાર્ક ભરતી 2022
શાખા / જગ્યાનું નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત |
સામાન્ય વહીવટ વિભાગ | ||
રજીસ્ટ્રી ક્લાર્ક | 01 | એચ.એસ.સી. પાસ |
ક્લાર્ક-ટાઈપીસ્ટ | 01 | એચ.એસ.સી. પાસ |
ક્લાર્ક-કોમ્પ્યુટર ઓપરેટર | 01 | એચ.એસ.સી. પાસ |
જન્મ-મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક | 01 | એચ.એસ.સી. પાસ |
હિસાબી શાખા | ||
ક્લાર્ક-કેશિયર | 01 | એચ.એસ.સી. પાસ |
વેરા શાખા | ||
ક્લાર્ક-કોમ્પ્યુટર ઓપરેટર | 02 | એચ.એસ.સી. પાસ |
વ્યવસાય વેરા ક્લાર્ક / શોપ ઇન્સ્પેકટર | 01 | ગ્રેજ્યુએટ |
પાણી પુરવઠા / ગટર વ્યવસ્થા શાખા | ||
ક્લાર્ક | 01 | એચ.એસ.સી. પાસ |
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022
પગાર ધોરણ
ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ ક્રમાંક : પરચ/૧૦૦૨/૫૭/પાર્ટ-૨/ઝ-૧ તા. ૧૮-૦૧-૨૦૧૭ના ઠરાવ મુજબ પાંચ વર્ષ માટે ફિક્સ વેતન ચુકવણું રહેશે. ત્યારબાદ કામગીરીના “મૂલ્યાંકન”ને ધ્યાને લઇ જે તે પગાર પંચના ધોરણે (સાતમુ) પગાર ભથ્થુ તથા અન્ય લાભો મળવા પાત્ર થશે.
વય મર્યાદા
વય મર્યાદા સરકારીશ્રીના નિતી નિયમ મુજબની રહેશે તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરના છૂટછાટ મળવા પાત્ર થશે તા. 18-11-2022ની સ્થિતિએ વયમર્યાદા ગણવાની રહેશે. તા. 18-10-2022ની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે.
અન્ય શરતો
ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી તા. 18-11-2022 સુધીમાં ચીફ ઓફિસરના કરજણ નગરપાલિકા, જી. વડોદરા ખાતે ફક્ત રજી. પોસ્ટ એડી. દ્વારા જ મોકલી આપવાની રહેશે.
અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ – 01 કોપી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે જ્ઞાતિ અંગે સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
ક્લાર્ક / કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટે અરજી સાથે બિનઅનામત વર્ગના અરજદારે રૂ. 300/- ફી ચીફ ઓફિસરને શ્રી કરજણ નગરપાલિકા, કરજણ નામના ડીમાન્ડ ડ્રાફ્ટથી મોકલવાની રહેશે.
અરજી કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
નિયામકશ્રી, નગરપાલિકાઓ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના તા. 03-08-2004ના પરિપત્ર મુજબ લાભ મળવા પાત્ર થશે.
અધુરી કે સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહી.
આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાને સંપૂર્ણ અબાધિત હક્ક/અધિકાર રહેશે અને નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં.
રોજગાર વિનિમય કચેરીમાં નોંધાયેલ બેરોજગાર ઉમેદવારોએ પણ નિયત નમુનામાં તેમજ જાહેરાતની શરતો અનુસાર અરજી કરી શકશે.
આ પણ વાંચો:પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે ચંદ્ર, 2.5 અબજ વર્ષમાં 60 હજાર કિલોમીટરનું અંતર વધ્યું, જાણો શું કહે છે નવું સંશોધન
મહત્વપૂર્ણ લિંક:
સત્તાવાર જાહેરાત | અહીંથી વાંચો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
કરજણ નગરપાલિકા ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?
અરજદારે ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપેલ સરનામે અરજી ફક્ત રજી. પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.
કરજણ નગરપાલિકા ભરતી 2022 અરજી કરવાની તારીખ કઈ છે?
અરજી શરૂ તારીખ : 18-10-2022
અરજી છેલ્લી તારીખ : 18-11-2022
સરનામું
ચીફ ઓફિસર શ્રી,
કરજણ નગરપાલિકા,
જી. વડોદરા