Junior Clerk Call Letter 2023 : જુનીયર કલાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨૪૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.09 એપ્રિલ ૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
09 એપ્રિલ 2023 જુનીયર કલાર્ક પરીક્ષા યોજાશે
જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય | કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો |
૧૨/૨૦૨૧-૨૨ | જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) | તા.૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર) | સવારે ૧૨: ૩૦ થી ૧૩:૩૦ કલાક | તા.૩૧-૦૩-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી To તા.૦૯-૦૪-૨૦૨૩ સવારે ૧૨: ૩૦ કલાક સુધી |
અગત્યની સુચના :
- ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
- જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા 07/04/2023 સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.
આ પણ વાંચો: તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે, કેવી રીતે ચેક કરવું ?
GPSSB જુનીયર કલાર્ક કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવા ?
GPSSB જુનીયર કલાર્ક કૉલ લેટર ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-
- સ્ટેપ I- ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
- સ્ટેપ II- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
- સ્ટેપ III – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો
- સ્ટેપ IIII – કોલ લેટર ડાઉનલોડ કરો
જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર 2023
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023: છેલ્લી તારીખ- 14/04/2023
મહત્વપૂર્ણ લિંક :
GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
કોલલેટર ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ [તમે આ લેખ sarkarinaukrihona.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે