ભારત દર વર્ષે 15 લાખથી વધુ એન્જિનિયર્સ તૈયાર કરે છે. આ ટેક વર્કર્સ માટે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા જાપાનમાં નોકરીની તકો વધી છે કારણ કે જાપાન વધુ સુવિધા આપી રહ્યું છે. વિઝાના નિયમોને સરળ બનાવી રહ્યું છે જેથી કરીને ટેક પ્રોફેશનલ્સને સરળતા રહે. અમેરિકન ટેક કંપનીઓની નજર પણ ભારત પર છે.
ભારતીય ટેક પ્રોફેશનલ્સને અમેરિકન કંપનીઓ ઇમિગ્રન્ટ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ઉપલબ્ધ કરાવી રહી છે. પરફોર્મન્સ પર ઇન્સેન્ટિવ વધારી રહી છે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એડોબ જેવી ટેક દિગ્ગજ કંપનીઓમાં ભારતીય CEO કાર્યરત છે. જાપાની કંપની એડોગોવા પણ હવે અમેરિકાના રસ્તે છે. જેથી કરીને ટેક પ્રોફેશનલ્સની ભરતીના મામલે અમેરિકા અને યુરોપ સાથે હરીફાઇ કરી શકાય. માઇગ્રેશન વિષય પર સંશોધક મેઘા વાધવાએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું કે, ભારતીય ટેક પ્રોફેશનલ્સ જાપાનીઝ ભાષા કે સંસ્કૃતિની જાણકારી વગર જાપાન પહોંચી રહ્યા છે જેની કારકિર્દી ૫૨ વિપરીત અસર પડી શકે છે. 22 વર્ષથી જાપાનમાં રહેતા ડૉ. યોગેન્દ્ર પુરાણિકે જણાવ્યું કે ક્લાઉડ ટેક્નોલોજીના મામલે જાપાનીઝ કંપનીઓ અમેરિકાની તુલનામાં એક દાયકો પાછળ છે. ભારતીય ટેક પ્રોફેશનલ્સને આકર્ષિત કરવા માટે જાપાને અનેક પ્રયાસો કર્યા છે. જાપાનમાં વધુ રોજગારીનું સર્જન કર્યું છે.
આ પણ વાંચો: કેવી રીતે કમ્યુનિકેશન સ્કિલ્સ સુધારવું
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે