Jetpack Suit: એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જેટપેક સૂટ પહેરેલો એક વ્યક્તિ હવામાં ઉડી રહ્યો છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક રિચાર્ડ બ્રાઉનિંગ હતા, જે ભારતીય સેનાને ડેમો આપવા આગરા ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પોતાના સૈનિકોને વધુ સશક્ત બનાવવા માટે ભારત તેમને આ જેટપેક સૂટથી સજ્જ કરવા જઈ રહ્યું છે.
48 જેટપેક સૂટ ખરીદવા માટે ભારત સરકારે ટેન્ડર બહાર પાડ્યું છે, ભવિષ્યમાં આ આંકડો વધી શકે છે. જો ભારતીય સૈનિકો આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે તો તેઓ કોઈપણ જગ્યાએ સરળતાથી પહોંચી શકે છે. સૈનિકો તે સ્થાનો પર પણ ઉડાન ભરશે જ્યાં વિમાન અથવા હેલિકોપ્ટરને પહોંચવામાં મુશ્કેલી હોઈ છે.
આ સૂટ કોણે બનાવ્યો છે
આ જેટપેક સૂટ બ્રિટિશ કંપની ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ચીનના વધતા જતા ખતરાને જોતા ભારત સરકારે તેના સૈનિકો માટે આ સૂટનું ટેન્ડર બહાર પાડ્યું છે. આ સૂટ સૈનિકો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવામાં ઉડી શકે છે અને તેઓ સુરક્ષિત રીતે ઉતરી શકે છે.
જેટપેક સૂટની કિંમત કેટલી છે ?
એક જેટપેક સૂટની કિંમત લગભગ 3.4 કરોડ રૂપિયા છે. આ સૂટને વર્લ્ડ ફાસ્ટ નામ આપવામાં આવ્યું છે. આ સૂટ સાથે 5 ગેસ ટર્બાઇન જોડવામાં આવ્યા છે. જેની મદદથી સૈનિકો હવામાં ઉડે છે. આ સૂટ પહેરીને કોઈપણ સૈનિક 12000 ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. આ સૂટ પહેરીને 80 કિલો વજન ધરાવનાર વ્યક્તિ જ ઉડી શકે છે.