ગુજરાત મતદાર યાદી 2022 : ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે નવી મતદારયાદી જાહેર કરવામાં આવી છે જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ વખતે કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે. ચાલો તો આ લેખમાં આપડે ગુજરાત મતદાર યાદી 2022 વિશે માહિતી મેળવીએ.
ગુજરાત સુધારેલ મતદાર યાદી 2022
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓક્ટોમ્બર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં 18 થી 19 વર્ષના 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધાયા છે. જેમાંથી 2.68 લાખથી વધુ યુવા પુરુષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પોસ્ટ ટાઈટલ | ગુજરાત મતદાર યાદી 2022 |
પોસ્ટ નામ | સુધારેલ મતદાર યાદી 2022 |
રાજ્ય | ગુજરાત |
સંસ્થા | ચૂંટણીપંચ |
આ મતદારયાદીમાં મતદાન મથકનો નંબર અને નામ, મતદાન મથકનું સ્થળ અને સરનામું, મતદારોની સંખ્યા વગેરે વિગતો આ મતદાર યાદીમાં સમાવવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં સૌથી વધુ મતદારો અમદાવાદ જીલ્લામાં 59,93,046 છે અને સૌથી ઓછા મતદારો ડાંગ જીલ્લામાં 1,93,298 છે.
મતદારની લાયકાત
ભારતનો નાગરિક હોય તેવી વ્યક્તિ નીચેની લાયકાત ધરાવતો હોય તો તે મતદાર તરીકે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેના રહેઠાણના આધારે જે તે મતદાર મંડળ / વોર્ડમાં તેનું નામ નોંધાવી શકે છે.
લાયકાતની તારીખ એટલે કે દર વર્ષે 1 લી જાન્યુઆરીના રોજ તેણે 18 વર્ષ પુરા કરેલા હોવા જોઈએ.
વિધાનસભાની મતદાર યાદીમાં જેનું નામ દાખલ થયેલ હોય તે વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાર મંડળ / વોર્ડની મતદારયાદીમાં આપોઆપ આવરી લેવાય છે તેથી તેણે જુદી અરજી કરવાની રહેતી નથી. પરંતુ વિધાનસભાની મતદારયાદીમાં નામ ન હોય, ટો મતદાર યાદીમાં મતદાર તરીકે નોંધવા હકદાર રહેશે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કાયદાઓ અને તે અંગેના નિયમોને આધીન, મતદાર તરીકે ગેરલાયકાત ધરાવતો ન હોવો જોઈએ.
પંચાયતના વિસ્તારમાં મતદાર તરીકે મત આપવાની લાયકાત ધરાવતી વ્યક્તિ અંગે ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 28 માં જોગવાઈઓ છે. આવી જ રીતે, નગરપાલિકાના મતદાર તરીકેની, ગેરલાયકાત ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ – 12 માં ગેરલાયકાતની જોગવાઈ દર્શાવેલ છે. જયારે મહાનગરપાલિકાના કિસ્સામાં બોમ્બે પ્રોવિન્શીયલ મ્યુનીસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 8માં લાયકાતો અને ગેરલાયકાતો અને લાયકાતો અને ગેરલાયકાતો અંગેની જોગવાઈ દર્શાવેલ છે.
ગુજરાત મતદાર યાદી 2022 ડાઉનલોડ કઈ રીતે કરશો?
- આપેલ લીંક પર જાઓ -> https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx
- સૌપ્રથમ જીલ્લો પસંદ કરો.
- ત્યારબાદ વિધાનસભા પસંદ કરો.
- કેપ્ચા કોડ નાખો.
- તમારા ગામનું નામ સર્ચ કરો.
- સામે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
- તમારા ગામની મતદારયાદી ડાઉનલોડ થઈ જશે જેમાં તમારું નામ સર્ચ કરો.
મતદાર યાદી જુઓ | અહીં ક્લિક કરો |
ગુજરાત ચૂંટણી મતદાન યાદીમાં નામ તપાસો | અહીં ક્લિક કરો |
વોટર હેલ્પલાઈન એપ્લીકેશન | અહીં ક્લિક કરો |