ફિમેલ હેલ્થ વર્કર સિલેકશન લિસ્ટ 2022 : પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામાં ક્રમાંક : કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા. ૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વિસ (ક્લાસ 3), રિક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ – ૨૦૨૧ની જોગવાઈ મુજબ આ ફાઈનલ સિલેકશન લિસ્ટ અને રેક્મેન્ડેશન લિસ્ટ બહાર પાડવામાં આવે છે.
GPSSB ફિમેલ હેલ્થ વર્કર સિલેકશન લિસ્ટ 2022 જાહેર
જાહેરાત ક્રમાંક | 16/2021-2022 |
પોસ્ટ ટાઈટલ | GPSSB ફિમેલ હેલ્થ વર્કર સિલેકશન લિસ્ટ 2022 જાહેર |
પોસ્ટ નામ | ફિમેલ હેલ્થ વર્કર (વર્ગ 3) |
સંસ્થા | ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ |
સત્તાવાર વેબસાઈટ | www.gpssb.gujarat.gov.in |
ફાઈલ | પીડીએફ |
આ પણ વાંચો:જીલ્લા પંચાયત ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
FHW સિલેકશન લિસ્ટ 2022 જાહેર
આ ફાઈનલ સિલેકશન લિસ્ટમાં કુલ 3125 નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ફાઈનલ સિલેકટ લિસ્ટ આ સંવર્ગના પંચાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઈઓને આધીન રહીને બહાર પાડવામાં આવે છે.
આ ફાઈનલ સિલેક્ટ લિસ્ટ પંચાયત વિભાગના પત્ર ક્રમાંક : મકમ/૨૦૨૦૨૨/૨૦૯૨/ખ તા. 31/08/2022 થી આપવામાં આવેલા રીવાઈઝ માંગણીપત્રકમાં દર્શાવેલ જીલ્લા પંચાયત વાઈઝ/કેટેગરી વાઈઝ, જગ્યાની સંખ્યાને ધ્યાને લઈને બહાર પાડવામાં આવે છે.
સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૨/૧૦/૨૦૧૮ના ઠરાવ ક્રમાંક : CRR/102018/461239/G-2થી અનુસુચિત જનજાતિના ઉમેદવારોને જે તે સંવર્ગમાં નિમણૂક આપતા પહેલા તેઓના અનુસુચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વિશ્લેષણ સમિતિ/સક્ષમ સત્તાધિકારી દ્વારા ખરાઈ/ચકાસણી કરાયા બાદ જ નિમણૂક આપવાની રહેશે, તેવુ ઠરાવેલ હોઈ, સબંધિત નિમણૂક સત્તાધિકારી દ્વારા આ લીસ્ટમાં સમાવિષ્ટ અનુસુચિત જનજાતિના ઉમેદવારોના અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઈ/ચકાસણીને આધીન મંડળ દ્વારા આ ફાઈનલ સિલેક્ટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે. જેથી નિમણૂક સત્તાધિકારી દ્વારા આ પ્રકારની ખરાઈ/ચકાસણી કરાવ્યા બાદ જ અનુસુચિત જન જાતિ ઉમેદવારોને નિમણૂક આપવાની રહેશે.
ફિમેલ હેલ્થ વર્કર રેક્મેન્ડેશન લિસ્ટ 2022
સામાજિક અને ન્યાય અને અધિકારીકતા વિભાગ, ગાંધીનગરના તા. ૨૫/૦૨/૨૦૨૨ના પરિપત્ર ક્રમાંક : સક્ષપ/૧૨૨૦૨૨/૮૬૩૫/અ થી ઠરાવ્યા મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી નિયામકશ્રી, વિકસતી જાતી કલ્યાણની કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે. જેથી આ ફાઈનલ સિલેક્ટ લીસ્ટમાં સમાવિષ્ટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના તમામ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઈ / ચકાસણી સંબંધિત નિમણૂક સત્તાધિકારી દ્વારા નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવાની રહેશે, ત્યારબાદ જ નિમણૂક સત્તાધિકારી દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (SEBC) વર્ગના ઉમેદવારોને નિમણૂક આપવાની રહેશે.
આ ફાઈનલ સીલેક્ટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, જાતિ વગેરે અંગેના અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી સંબંધિત નિમણૂક સત્તાધિકારી દ્વારા કરી લેવાની રહેશે અને ત્યાર બાદ જ સંબંધિત ઉમેદવારોને નિમણૂક આપવાની રહેશે.
આ જાહેરાતના હેતુ માટે person with benchmark disability (દિવ્યાંગ) ઉમેદવારો તથા માજી સૈનિકો (ex-serviceman) ઉમેદવારો માટે લઘુત્તમ લાયકી ધોરણ (minimum qualifying standard) મંડળ દ્વારા 16.667/100 માર્ક્સ નિર્ધારિત કરવામાં આવેલ છે.
આ જાહેરાતહેતુ માટે દિવ્યાંગ ઉમેદવારો તથા માજી સૈનિક ઉમેદવારો સિવાયના અન્ય કેટેગરી (gen/ews/sebc/sc/st)ના તમામ ઉમેદવારો માટે લઘુતમ લાયકી ધોરણ (minimum qualifying standard) મંડળ દ્વારા 33.333/100 માર્ક્સ નિર્ધારિત કરવામાં આવેલ છે.
નોંધ : વધુ સુચના વાંચવા માટે નીચે આપેલ PDF ફાઈલ વાંચો.
આ પણ વાંચો:GSRTC અમદાવાદ ભરતી 2022
ફિમેલ હેલ્થ વર્કર સિલેકશન કટ ઓફ માર્ક્સ 2022 / FHW કટ ઓફ માર્ક્સ 2022
કેટેગરી | કેટેગરી મિનીમમ કટ ઓફ માર્ક્સ |
GENERAL (ફીમેલ) | 46.380 |
SC (ફીમેલ) | 42.420 |
SEBC (ફીમેલ) | 40.070 |
EWS (ફીમેલ) | 33.410 |
ST (ફીમેલ) | 36.390 |
PwBD (દિવ્યાંગ) | 18.190 |
મહત્વપૂર્ણ લિંક:
ફિમેલ હેલ્થ વર્કર સિલેકશન લિસ્ટ 2022 | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |