ગુજરાતી ગરબા ક્વીન:ફાલ્ગુની પાઠકને સંગીતની દુનિયામાં ગરબાક્વીન તરીકે ઓળખવામાં આવે છે. ફાલ્ગુનીનું નામ આવતાં જ 90ના દાયકાનાં તેમનાં લોકપ્રિય ગીતો “યાદ પિયા કી આને લગી”, “બોલે જો કોયલ બાગો મેં”, “ચૂડી જો ખનકી હાથો મેં”, “તુને પાયલ હૈ છનકાઈ” યાદ આવી જાય.
ફાલ્ગુની પાઠકનો જન્મ 12 માર્ચ 1964ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ તેમના પરિવારમાં ચાર બહેનોની પાંચમા બહેન છે. તેમનાં માતાપિતા છોકરાના જન્મની અપેક્ષા રાખતાં હતાં.
પરિવારમાં દીકરો આવે એની રાહ જોવાઈ રહી હતી. પણ ઘરમાં પાંચમી દીકરીનો જન્મ થયો.
નાનપણથી જ તેમની મોટી બહેનોએ તેમને છોકરી હોવા છતાં છોકરાની જેમ જ રાખ્યાં. ફાલ્ગુની ક્યારેય છોકરીની જેમ રહ્યાં નથી.
તેમણે ક્યારેય શણગારેલો ડ્રેસ પહેર્યો નથી અને ક્યારેય મહિલાઓનાં વસ્ત્રો પહેર્યાં નથી. તેઓ આજે 53 વર્ષનાં છે પરંતુ આટલાં વર્ષોમાં તેમણે ન તો તેમનો પહેરવેશ બદલ્યો છે અને ન તો લૂક બદલ્યો.
હંમેશા ટૂંકા વાળ અને શર્ટ, ટી-શર્ટ પેન્ટ પહેરેલાં જ જોવાં મળ્યાં છે.
નવ વર્ષની ઉંમરે ફાલ્ગુનીએ પહેલો સ્ટેજ શો કર્યો હતો, બાળપણમાં પણ તેમણે ઘણાં ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. તેમનું પહેલું આલ્બમ 1998માં રિલીઝ થયું તે પછીથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.
ગુજરાતી ગરબા ક્વીન
90ના દાયકામાં ફાલ્ગુનીનાં ગીતો ઘણાં લોકપ્રિય થયાં હતાં અને લોકો તેને દરેક ફંકશનમાં વગાડતા હતા.
1994માં ફાલ્ગુની પાઠકે ‘તા-થૈયા‘ નામનું સ્ટેજ બૅન્ડ શરૂ કર્યું જે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં ઘણા કાર્યક્રમો કરતું હતું.
1998માં, ફાલ્ગુની પાઠક યુનિવર્સલ મ્યુઝિક સાથેના તેમના પ્રથમ આલબમ ‘યાદ પિયા કી આને લગી’થી ખ્યાતિ અને પ્રશંસા પામ્યાં હતાં. ફાલ્ગુની પાઠકનાં મોટાં ભાગનાં ગીતોની થીમ ‘પ્રેમ’ વિશે જ હતી.
આ પણ વાંચો:આશ્ચર્યજનક રસપ્રદ તથ્યો
‘ઓ પિયા’ – 2001, ‘અર્પણ’ – 2008, ‘મેરી ચુનર ઉડ ઉડ જાયે’ – 2000, ‘યે કૈસા જાદુ કિયા’ – 2002, ‘દિલ ઝૂમ ઝૂમ નાચે’ – 2004, ‘મૈંને પાયલ હૈ છનકાઈ’ – 1999, ‘શ્રીકૃષ્ણ ગોવિંદ’ – 2003,’ રંગીલા બંબૈયા’ 2015, ‘ડાંડિયા ક્વીન હિટ્સ’ – 2014, ‘ધ ગોલ્ડન મૅલડી’ – 2014, ‘બેસ્ટ ઑફ ટ્યુન્સ ઍન્ડ ભજન’ – 2013, ‘દે તાલી’ – 1999.
તેમના દેખાવ અને સફળતાને કારણે તેમને ભારતીય મૅડોના તરીકે પણ ઓળખવામાં આવતાં હતાં. લોકો તેમને ‘ઇન્ડિયન મેડોના‘ કહીને સંબોધતા.
ફાલ્ગુનીની લોકપ્રિયતાની ચર્ચા ભારતમાં જ નહીં વિદેશમાં પણ થાય છે. ગુજરાતી પરિવારમાં જન્મેલાં ફાલ્ગુનીનાં ગીતોમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક રહી છે.
જ્યારે તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, કુમાર સાનુ, કવિતા કૃષ્ણમૂર્તિ જેવાં મોટાં ગાયકો તેમની કારકિર્દીના શિખરે હતાં. તેવામાં ફાલ્ગુની પાઠકે બિનફિલ્મી ગીતોને લોકો વચ્ચે લોકપ્રિય બનાવવાનું કામ કર્યું હતું.
ફાલ્ગુનીએ માત્ર રોમૅન્ટિક ગીતો નથી ગાયાં પણ નવરાત્રિ દરમિયાન ભક્તિગીતો પણ ગાયાં છે. નવરાત્રીમાં ફાલ્ગુની પાઠકનાં ગાયેલાં ગીતો અને ગરબા સાંભળવા મળી જ જતાં હોય છે.
નવરાત્રીમાં તેમનાં સુપરહિટ ગીતોની ભારે ડિમાન્ડ રહે છે. મુંબઈથી લઈને વિદેશોમાં નવરાત્રી દરમિયાન અનેક સ્ટેજ શો યોજાતા રહે છે.
ઘણી વાર સાંભળવા મળે છે કે નવરાત્રીમાં ફાલ્ગુની એક સ્ટેજ શોના લાખો રૂપિયા લે છે. ઘણી વખત એવા સમાચાર આવ્યા છે કે ફાલ્ગુની પાઠકે એક નવરાત્રીના 11 દિવસના 1.40 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
આ અંગે એક ન્યૂઝ ચેનલને સ્પષ્ટતા આપતાં તેમણે કહ્યું કે,”હા, હું 1.40 કરોડ રૂપિયા ચાર્જ કરી ચૂકી છું.”
ફાલ્ગુનીએ આ અંગે વધુ સ્પષ્ટતાં કરતાં કહ્યું હતું, “આ રકમ મારા એકલાની નથી હોતી. મારી પાસે 40 લોકોની ટીમ છે.
અને અમે બધા ખૂબ જ મહેનત કરીએ છીએ. “
આ પણ વાંચો:નવરાત્રી 2022 ફોટો ફ્રેમ @નવરાત્રી વોટ્સએપ સ્ટેટસ
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |