google news

રેસિપી / તમારા મનપસંદ શાકભાજી સાથે બનાવો હેલ્ધી વેજ પુલાવ, નોંધી લો આ સરળ રીત

વેજ પુલાવ એ ઝડપી બની જાય એવી વાનગી છે. આ તમારી પસંદગીના ભાત અને શાકભાજી સાથે બનાવી શકાય છે. જો તમે મુસાફરી દરમિયાન ઘરે બનાવેલો ખોરાક ખાવા માંગતા હોવ તો પણ આ વાનગી એક સારો વિચાર છે. આ વાનગી એક સંપૂર્ણ લંચ અને ડિનર છે. જો તમે ઓફિસ કે અન્ય કોઈ કામમાં વ્યસ્ત છો તો આ રેસિપી તમને મદદ કરશે.

સામગ્રી

  • 1 કપ પલાળેલા ચોખા
  • 2 કપ પાણી
  • જરૂર મુજબ મીઠું
  • 1 ચમચી ઘી
  • 3 નંગ લીલા મરચા
  • 1/2 કપ વટાણા
  • 1 કપ ફણસી 
  • 1 કપ ગાજર
  • 1 કપ ફ્લાવર 
  • કાળા મરી જરૂર મુજબ
  • 1 – એલચી મસાલો
  • 1 નંગ તજ
  • 5 – લવિંગ
  • 1 ટીસ્પૂન જીરું
  • 2 તમાલપત્ર

આ પણ વાંચો: રેસિપી / આ રીતે બનાવો પ્રોટીનથી ભરપૂર ચટપટા છોલે ચણા ચાટ, નોંધી લો રેસિપી

રીત 

એક પેનમાં 1 ચમચી ઘી અથવા તેલ ગરમ કરો. હવે તેમાં 2 તમાલપત્ર, 1 ચમચી જીરું, 2-3 કાળા મરી, એક મોટી એલચી, એક તજની લાકડી અને 2-5 લવિંગ ઉમેરો અને એક મિનિટ માટે ફ્રાય કરો. 1 કપ ફ્લાવર ઉમેરો અને પકાવો. હવે 1 કપ ગાજર અને ત્યારબાદ 1 કપ ફણસી ઉમેરો. થોડી સેકંડ માટે રાંધો અને પછી ¼ કપ વટાણા ઉમેરો. છેલ્લે 2 લાંબા સમારેલા લીલા મરચા ઉમેરો. બધી સામગ્રીને 3-4 મિનિટ માટે પકાવો. હવે તેમાં 1 કપ પલાળેલા બાસમતી ચોખા ઉમેરો. તેમાં પાણી ઉમેરો અને ઉકળવા દો. પાણી ઉકળવા લાગે કે તરત જ ટેસ્ટ પ્રમાણે મીઠું નાખો. સારી રીતે ભેળવી દો. હવે તેને ઢાંકીને 10 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો. વેજ પુલાવ તૈયાર છે, તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો. ગાર્નિશિંગ માટે લીલા ધાણાનો ઉપયોગ કરો. તમે ઈચ્છો તો આમાં કાજુ અને સૂકી દ્રાક્ષ પણ નાખી શકો છો.

આ પણ વાંચો: રેસિપી / ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે બેસનનો શીરો, એકવાર જરૂર ટ્રાય કરો

હોમ પેજ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Join Telegram Channel