google news

DHS Dwarka: DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023,છેલ્લી તારીખ- 04/03/2023

DHS Dwarka: DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023: ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત 11 માસના કરારના ધોરણે ફિક્સ માસિક મહેનતાણાથી વિવિધ જગ્યાઓ ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવી.

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

પોસ્ટ ટાઈટલ DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 (DHS Devbhumi Dwarka)
પોસ્ટ નામ મેડીકલ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર અને અન્ય
કુલ જગ્યા 12
સંસ્થા DHS (ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી)
છેલ્લી તારીખ 04-03-2023
સત્તાવાર વેબ સાઈટ www.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકાર ઓનલાઈન

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા ભરતી 2023

જે મિત્રો DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 (DHS Devbhumi Dwarka)ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

DHS Devbhumi Dwarka Bharti 2023

જગ્યાનું નામ કુલ જગ્યાશૈક્ષણિક લાયકાત
RBSK આયુષ મેડીકલ ઓફીસર 1 માન્યતા પ્રાપ્ત કોલેજ/ યુનિવર્સીટીથી BAMS/BHMSની ડિગ્રી તથા ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદીક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન.
MBBS મેડીકલ ઓફીસર 2 ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈ પણ યુનિવર્સીટીમાંથી મેળવેલ MBBSની ડિગ્રી અથવા મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ હેઠળ માન્ય સમકક્ષ લાયકાત અને ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન.
ફાર્માસીસ્ટ 5 માન્ય યુનિવર્સીટી / કોલેજથી ફાર્માસી ડિગ્રી કોર્ષ (B.Pharm/D.Pharm) કરેલ હોવો જોઈએ અને ગુજરાત ફાર્મા કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ. 3 ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ માન્ય બેઝીક એફ.એચ.ડબલ્યુ અથવા એ.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ ધરાવતા માત્ર સ્ત્રી ઉમેદવાર.
પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશન જીલ્લા મથક 1 એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન/પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડાયેટિક્સ.
ન્યુટ્રીશન પ્રોગ્રામ સબંધિત રાજ્ય / જીલ્લા કક્ષાએ સરકારી અથવા બિન સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ ધરવતા ઉમેદવારને પ્રાથમિકતા

વય મર્યાદા અને માસિક મહેનતાણું

જગ્યાનું નામ વય મર્યાદા પગાર ધોરણ
RBSK આયુષ મેડીકલ ઓફીસર 40 વર્ષ 25000/- ફિક્સ
MBBS મેડીકલ ઓફીસર 35 વર્ષ 70000/- ફિક્સ
ફાર્માસીસ્ટ 40 વર્ષ 13000/- ફિક્સ
ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ. 40 વર્ષથી વધુ 12500/- ફિક્સ
પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશન જીલ્લા મથક 35 વર્ષથી વધુ14000/- ફિક્સ

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ

નિમણૂક પામેલ ઉમેદવારોની અન્ય જીલ્લામાં બદલી થઇ શકશે નહી.

ભરતી પ્રક્રિયા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેરીટ પ્રમાણે કરવામાં આવશે.

એક સરખા મેરીટના કિસ્સામાં જે ઉમેદવારની વય મર્યાદા વધારે હશે તેમને અગ્રતા આપવામાં આવશે.

આ પણ વાંચોબેંક ઓફ બરોડામાં ભરતી, છેલ્લી તારીખ-14/03/2023

અધુરી વિગતો વાળી, ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉપર HSC, ગ્રેજ્યુએટના એટેમ્પ સર્ટીફીકેટ કે જરૂરી પ્રમાણપત્રો જોડેલ નહી હોય તેવી અરજીઓ અમાન્ય ગણાશે.

MBBSની જગ્યા માટે ઉમેદવારે જન્મનો આધાર, MBBSની ડિગ્રી, અંતિમ વર્ષ/ અંતિમ બે સેમેસ્ટર માર્કશીટ અને ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન સર્ટી રજુ કરવાનું રહેશે.

DHS Devbhumi Dwarka માટે માત્ર https://arogyasathi.gujarat.gov.in પોર્ટલ મારફતે કરવામાં તારીખ 26-02-2023 થી તારીખ 04-03-2023 સુધીમાં કરવામાં આવેલ અરજીઓ જ માન્ય રહેશે, જયારે અન્ય રીતે આવેલ અરજીઓ તેમજ સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ અમાન્ય રહેશે.

સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી ઉંમર નક્કી કરવામાં આવશે.

નિમણૂક અંગેનો આખરી નિર્ણય ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધિન રહેશે.

નોંધ: આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત અવશ્ય વાંચો.

આ પણ વાંચોMDM નવસારી ભરતી 2023: છેલ્લી તારીખ-13/03/2023 

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લીક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો
Join Telegram Channel