google news

આવી ગઈ શ્રીરામ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠાની તારીખ, મૂર્તિને લઈને લેવામાં આવ્યો મોટો નિર્ણય 

અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. દેશના તમામ લોકો તેના પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2024 સુધીમાં મંદિર તૈયાર થઈ જશે. આ દરમિયાન હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ડિસેમ્બર 2023માં જ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાએ કરી દેવામાં આવશે. શ્રી રામજન્મભૂમિતીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે અને આ વર્ષે ડિસેમ્બરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા માટે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થઈ જશે.

ભગવાન રામની આવી મૂર્તિ વિશે થઈ રહ્યો છે વિચાર

એટલું જ નહીં, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરને લઈને વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મંદિરમાં ભગવાન રામની એવી મૂર્તિ સ્થાપિત કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેના ભક્તો 30 થી 35 ફૂટના અંતરથી સરળતાથી દર્શન કરી શકે. અત્યારે ભગવાન રામ અસ્થાયી મંદિરમાં બાળ સ્વરૂપમાં છે. અષ્ટધાતુની લગભગ 6 ઇંચની મૂર્તિ બેઠી અવસ્થામાં છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે આ મૂર્તિ તો લગાવવામાં આવશે જ, ઉપરાંત અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મોટી મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે, જે ભગવાન રામના બાળ સ્વરૂપની જ હશે. 

શ્રદ્ધાલુ અને રામલલાની આંખો એક જ લાઇનમાં હશે

જણાવી દઈએ કે બુધવારે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રામ મંદિરમાં ભગવાન રામની કેવી મૂર્તિ સ્થાપિત કરવી તે અંગે ચર્ચા થઈ. રામ મંદિરમાં આવનારા ભક્તો માત્ર 30 થી 35 ફૂટના અંતરથી જ દર્શન કરી શકશે, તેથી રામ મંદિરમાં આટલી મોટી પ્રતિમા સ્થાપિત કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે જેથી ભક્તો 30 થી 35 ફૂટના અંતરેથી બાળ સ્વરૂપના ભગવાન રામની આંખો અને ચરણોના દર્શન કરી શકે. ભક્ત અને રામલલાની આંખો એક જ લાઈનમાં હોય. આ સિવાય રામ મંદિર એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે રામ નવમીના દિવસે સૂર્યપ્રકાશ સીધો ભગવાન રામના મનને મસ્તકને પ્રકાશિત કરે. આ માટે પણ મૂર્તિ પેડેસ્ટલની સાથે લગભગ સાડા આઠ ફૂટ ઉંચી હોવી જોઈએ.

આ પણ વાંચો: ભારતમાં આવેલા ગુજરાતી સમાજની યાદી PDF ફાઈલ

આવી બનશે ભગવાન શ્રીરામની મૂર્તિ

ટ્રસ્ટના મોટાભાગના લોકોનું માનવું છે કે મંદિરમાં 5 થી 6 વર્ષની વયની રામલલાની મૂર્તિ હોવી જોઈએ, મૂર્તિ ઊભી હોવી જોઈએ. ભગવાન રામની મૂર્તિ વાદળી હોવી જોઈએ, મૂર્તિનો પથ્થર વાદળી હોવો જોઈએ જેમાં થોડો ગ્રે મિક્સ કરવામાં આવ્યો હોય, નિષ્ણાતો આવા પથ્થરને જોવા માટે ઓડિશા અને મહારાષ્ટ્ર જશે. ઘણા ચિત્રકારો પહેલા રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલાની મૂર્તિનું ચિત્ર બનાવશે, ત્યારપછી એ ચિત્ર જોવામાં આવશે, કે કયું ચિત્ર હૃદયને સ્પર્શી જાય છે. શિલ્પકારો તેમાંથી 9 થી 12 ઇંચની મૂર્તિ બનાવશે, મૂર્તિમાં રામલલાની આંખ, નાક, કાન, પગની આંગળી જોવામાં આવશે. ત્યારબાદ રામ મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવા અંગે નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ નિષ્ણાતોની ટીમ રામલલાની મૂર્તિ બનાવશે. મૂર્તિ બનાવવામાં 5 થી 6 મહિનાનો સમય લાગશે.

આ પણ વાંચો: ગુજરાતના પ્રમુખ મહેલો, ગુજરાતની સંસ્કૃતિ

હોમ પેજ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Join Telegram Channel