google news

Chandrayaan 3 Live Tracker : ક્યાં પોહ્ચ્યું ચંદ્રયાન 3, ISRO દ્વારા દેશવાસીઓ માટે લાઇવ ટ્રેકર લોન્ચ

Chandrayaan 3 Live Tracker : હવે તમામ ભારતીયો જાણી શકશે કે ક્યાં પહોચ્યું ચંદ્રયાન 3, ઈસરો દ્વારા લાઇવ ટ્રેકર લોન્ચ કરવામાં આવ્યું, જાણો લાઇવ અપડેટ.

Chandrayaan 3 Live Tracker

તમામ દેશવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે, જ્યારથી ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારથી દરેકના મોઢે એક જ પ્રશ્ન છે, ક્યાં પહોચ્યું અથવા તો કેટલે પહોચ્યું ચંદ્રયાન 3, હવે આ આતુરતાનો અંત આવી ગયો છે, હવે ઈસરો દ્વારા દરેક ભારતીય નાગરિક માટે ચંદ્રયાન ૩ લાઇવ ટ્રેકર લોન્ચ (Chandrayaan 3 Live Tracker) કરવામાં આવ્યું છે. એટલે કે હવે દરેક આમ નાગરિક પોતાના મોબાઈલ થી જોઈ શકશે કે ક્યાં પહોચ્યું ચંદ્રયાન 3.

ચંદ્રયાન 3 એ સફળતા પૂર્વક પૃથ્વીની ભ્રમણ કક્ષા છોડી દીધી છે અને હવે તે 5 ઓગષ્ટના રોજ ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરશે.

વિડીયો સોર્સ : @BLNlive

ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા આ પેહલા પણ ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2 ને ચંદ્રની ભ્રમણ કક્ષામાં સફળતા પૂર્વક સ્થપિત કરી ચુક્યું છે. હાલ ચંદ્રયાન 3 પર બેંગલુરુમાં સ્થિત ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (Chandrayaan 3 Live Tracker) ચંદ્રયાન-3 પર સતત નજર રાખી રહ્યું છે. તેની મદદથી તમે જાણી શકો છો કે ચંદ્ર સુધી પહોંચવામાં ચંદ્રયાન 3ને કેટલો સમય લાગશે અને તેની ઝડપ કેટલી છે.

ઈસરોએ થોડા સમય પેહલા જ ટ્વીટ કર્યું કે, ચંદ્રયાન-3 સારી સ્થિતિમાં છે અને તેનું પૂર્વનિર્ધારિત કાર્ય કરી રહ્યું છે. ઈસરોએ માહિતી આપી છે કે સામાન્ય લોકો હવે અવકાશમાં ચંદ્રયાન-3 લાઈવ ટ્રેક કરી શકશે. સામાન્ય નાગરિકો પણ હવે જોઈ શકશે કે ચંદ્રયાન-3 અત્યારે ક્યાં છે અને ચંદ્ર સુધી પહોંચવામાં કેટલો વધુ સમય લાગશે.

ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ 38,520 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું હતું. હાલમાં તેની સ્પીડ 37,200 kmph છે. તે 5 ઓગસ્ટ, 2023 ના રોજ સાંજે 6.59 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે. આ સ્થળ ચંદ્રની સપાટીથી લગભગ 40 હજાર કિમી દૂર હશે એવું કેહવામાં આવી રહ્યું છે. અને ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ અહીંથી શરૂ થાય છે. 5 ઓગસ્ટ સુધીમાં ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં જવા માટે તેની ઝડપ 3,600 કિમી પ્રતિ કલાક સુધી વધારવી પડશે. ત્યાં સુધી ચંદ્રયાન-3 તેની ઝડપ ધીમે ધીમે ઘટાડશે. 23 ઓગસ્ટે સાંજે 5.45 કલાકે ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે.

Leave a Comment

Join Telegram Channel