google news

ભાજપે પ્રચંડ જીત બાદ શપથ વિધી સમારોહની તારીખ કરી જાહેર, સીઆર પાટીલે જીત બાદ જાણો શું કહ્યું

ભાજપે પ્રચંડ જીત નોંધાવી છે ત્યારે પ્રંચડ જીત બાદ શપથ વિધી સમારોહની તારીખો જાહેર કરવામાં આવી છે. 12 ડીસેમ્બરે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધી સમારોહ યોજવામાં આવશે. જેમાં પીએમ મોદી પણ હાજર રહેશે.

આ દરમિયાન બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ જાહેરાત કરતા વધુમાં કહ્યું કે, કેટલાકે તો અમારી સરકાર બનશે તેમ લખીને આપ્યું હતું. સીઆર પાટીલે કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સામે ચૂંટણી લડી રહેલી પાર્ટીઓ પર આકરા પ્રહારો પણ નામ આપ્યા વિના કર્યા હતા. 

CR પાટીલે ભાજપની મોટી જીત બાદ કહ્યું કે, અમારા લાખો કાર્યકર્તાઓએ જનતાની સેવા કરતા આ વિજય પ્રાપ્ત કર્યો છે. પ્રચાર અભિયાન પર સંકલ્પ, કઠોળ પરીશ્રમ કર્યો છે. કાર્યકર્તાઓનો ઉત્સાહ ખૂબ જ વધુ જોવા મળ્યો હતો. આ સંગઠન અને જનતાના સબંધોમાં વિશ્વાસ  અને મજબૂતી લાવવાનો સંકલ્પ છે. ડબલ એન્જિનની સરકારના કામોને કાર્યકર્તાઓ જન જન સુધી પહોંચાડ્યા છે. કાર્યકર્તાએ શ્રેષ્ઠ ગુજરાત માટે કામ કર્યું છે. અમે જનતાની સેવા અને કલ્યાણ માનીને કામ કર્યું છે.

પ્રચાર અભિયાનમાં વિકાસના વચનો શાકાર કર્યા છે. પીએમ મોદીના વિકાસ કાર્યોને આગળ વધારવામાં આવી રહ્યા છે. અગ્રેસર ગુજરાતનું સપનું અમે સાકાર કરવા તરફ આગળ વધી રહ્યા છે. ભાજપાની ડબલ એન્જિનની સરકાર જ આ કામો કરી શકે છે તેનું રીઝલ્ટ આપણે સામે જોઈએ શકીએ છીએ. મતદાતાઓએ દેશને સુરક્ષિત રાખવા માટે મક્કમ વિશ્વાસ રાખ્યો છે. વિશ્વાસને બનાવી રાખવા અને દ્રઢ કરવા માટે લોકોની સેવા કરવાની આ નેમ આગળ વધતી રહશે.

આ પણ વાંચોચંદ્રને મામા કેમ કહેવાય? કાકા કેમ નહીં, જાણો તેની પાછળનું ખાસ કારણ

અન્ય પાર્ટીઓએ મોટા વચનો આપ્યા હતા લોકોને ગુમરાહ કરવા વચનો આપ્યા હતા. ગુજરાતની શાંતિ, સ્થિરતાને કલંકિત કરવા માટે આ ચૂંટણીમાં ભાગ લીધો હતો. યુવાનો માટે લોભાવનાર વચનો આપ્યા. રાષ્ટ્ર વિરોધી બાબતો પણ જોવા મળી હતી. આ તમામ નકારાત્મક શક્તિ સામે જનતાએ અમારી પર વિશ્વાસ મુક્યો છે. કેટલાકે તો અમારી સરકાર બનશે તેમ લખીને આપ્યું હતું પરંતુ આજે ગુજરાતના લોકોઓ તમામની ટિકિટો કેન્સલ કરાવી છે. ગુજરાતમાં એકવાર ફરી પ્રચંડ બહુમતી સાથે સરકાર બની છે. નવા આયોમો સ્થાપિત કરવા માટે ભાજપા કટીબદ્ધ છે

આ પણ વાંચોકેવી રીતે કમ્યુનિકેશન સ્કિલ્સ સુધારવું

હોમ પેજ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Join Telegram Channel