google news

બિનસચિવાલય ક્લાર્ક દસ્તાવેજ ચકાસણી ઓનલાઈન

બિનસચિવાલય ક્લાર્ક દસ્તાવેજ ચકાસણી ઓનલાઈન : ગુજરાત ગૌણ સેવા પસંગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક ૧૫૦/૨૦૧૮૧૯ અન્વયે ગુજરાત સરકારના સચિવાલયના વિભાગો વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે “બિનસચિવાલય કારકુન” અને સચિવાલયના વિભાગ તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ માટે “ઓફિસ આસિસ્ટન્ટ” વર્ગ – 3 સંવર્ગની પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૨૪/૦૪/૨૦૨૨ના રોજ તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ તા. ૧૯/૦૭/૨૦૨૨ થી ૨૩/૦૭/૨૦૨૨ અને તા. ૨૫/૦૭/૨૦૨૨ થી ૩૦/૦૭/૨૦૨૨ દરમિયાન યોજવામાં આવેલ હતી. જેમાં લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ઓનલાઈન ચકાસણી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

બિનસચિવાલય ક્લાર્ક દસ્તાવેજ ચકાસણી ઓનલાઈન

જાહેરાત ક્રમાંક૧૫૦/૨૦૧૮૧૯
પોસ્ટ ટાઈટલ બિનસચિવાલય ક્લાર્ક દસ્તાવેજ ચકાસણી ઓનલાઈન
પોસ્ટ નામબિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ
કુલ જગ્યા ૩૯૦૦+
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંગી મંડળ (GSSSB)
પ્રકારઓનલાઈન
દસ્તાવેજ
ઓનલાઈન અપલોડ શરૂ તારીખ
૦૬/૦૯/૨૦૨૨, ૧૧:૦૦ કલાકે
દસ્તાવેજ અપલોડ કરવાની https://iass.gujarat.gov.in
દસ્તાવેજ
ઓનલાઈન અપલોડ છેલ્લી તારીખ
૧૨/૦૯/૨૦૨૨, ૨૩:૫૯ કલાકે
સત્તાવાર વેબ સાઈટhttps://gsssb.gujarat.gov.in

આ પણ વાંચો:અટલ બ્રિજ: સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદનું સૌથી નવું આકર્ષણ

બિનસચિવાલય ક્લાર્ક પ્રમાણપત્ર ચકાસણી અંગેની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજ રોજ તારીખ ૦૫/૦૯/૨૦૨૨ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ જાહેરાત માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જેનો સમયગાળો તા. ૦૬/૦૯/૨૦૨૨ થી ૧૨/૦૯/૨૦૨૨ સુધીનો રહેશે.

બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગે સુચના

સૌપ્રથમ ઉમેદવારે https://iass.gujarat.gov.in વેબસાઈટ પર જઈને જાહેરાત ક્રમાંક પસંદ કરી પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને લોગઈન થવાનું રહેશે.

પ્રમાણપત્રો અપલોડ કરતા પહેલા સ્ક્રીન પર એ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચીને એને અનુસરીને તા. ૦૬/૦૯/૨૦૨૨ થી ૧૩/૦૯/૨૦૨૨ દરમિયાન પોતાના અસલ પ્રમાણપત્રોની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.

અનામત વર્ગના ઉમેદવારોએ પોતાને લાગુ પડતુ અને સમયમર્યાદા દરમિયાન માન્ય હોય તે અસલ, જાતિપ્રમાણપત્ર / નોનક્રીમીલીયર સર્ટીફિકેટની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી સમયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૧૨/૦૬/૨૦૨૦ ના ઠરાવ ક્રમાંક સશપ/૧૨૨૦૧૫/૪૪૫૨૪૬/અની જોગવાઈ મુજબ નોનક્રીમીલીયર પ્રમાણપત્રની સાથે નિયત નમૂનામાં બાંહેધરી અપલોડ કરવાની રહેશે. (મંડળની વેબસાઈટ ઉપર મુકેલ બાંહેધરી પત્રક સામેલ રાખવું)
  • આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી સમયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૨૬/૦૬/૨૦૨૦ના ઠરાવ ક્રમાંક ઈડબલ્યુએસ/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અની જોગવાઈ મુજબ પાત્રતા પ્રમાણપત્રોની સાથે નિયત નમૂનામાં બાંહેધરી અપલોડ કરવાની રહે છે. (મંડળની વેબસાઈટ ઉપર મુકેલ બાંહેધરી પત્રક સામેલ રાખવું)

નોંધ : તમામ સૂચનાઓ વાંચવા માટે નીચે આપેલ પરિપત્ર ફરજીયાત જોવો.

આ પણ વાંચો:ગુજરાત સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2022 (શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે)

મહત્વપૂર્ણ લિંક:

બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ
ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગે સુચના
અહી ક્લિક કરો
દસ્તાવેજ ચકાસણી ઓનલાઈન અહીં ક્લિક કરો
ડોક્યુમેન્ટ અપલોડ કઈ રીતે કરવા અહીં ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો
Join Telegram Channel