ભારત પાકિસ્તાન લાઇવ મેચ : આપ સૌ જાણો છે કે એશિયા કપ 2022 નો કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો છે, જેમાં ભારત પાકિસ્તાનની ટી૨૦ મેચ ૨૮ ઓગષ્ટના રવિવારના રોજ યોજાવાની છે. જેને લઈને ક્રિકેટ રસિયાઓ ખુબજ ઉત્સાહિત છે, ભારતીય ટીમ પહેલાથી જ દુબઇ પહોંચી ચૂકી છે. હવે બન્ને ટીમોએ અહીં પ્રેક્ટિસ કરવાનુ પણ શરૂ કરી દીધુ છે. એશિયા કપની શરૂઆતથી જ ભારતનો આ ટૂર્નામેન્ટ પર દબદબો રહ્યો છે
ભારત પાકિસ્તાન લાઇવ મેચ
એશિયા કપ 2022 : ભારત – પાકિસ્તાન મેચ
એશિયા કપ 2022 27 ઓગસ્ટથી શ્રીલંકાની યજમાનીમાં UAEમાં રમાશે. આ ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે રમાશે. તેમજ એશિયા કપની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ ટૂર્નામેન્ટમાં તમામની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર ટકેલી છે. હવે તે જોવાનું રહ્યું કે આમાં કોણ બાજી મારે છે.
Asia Cup 2022 Schedule
ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત જીત મેળવી
🚨#TeamIndia squad for Asia Cup 2022 – Rohit Sharma (Capt ), KL Rahul (VC), Virat Kohli, Suryakumar Yadav, Deepak Hooda, R Pant (wk), Dinesh Karthik (wk), Hardik Pandya, R Jadeja, R Ashwin, Y Chahal, R Bishnoi, Bhuvneshwar Kumar, Arshdeep Singh, Avesh Khan.
— BCCI (@BCCI) August 8, 2022
ગત એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારતે બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવીને 7મી વખત આ ટાઇટલ જીત્યું હતું. ટીમ ઇન્ડિયા આ પહેલા 1984, 1988, 1990, 1991, 1995, 2010 અને 2016માં એશિયા કપના ટાઇટલ્સ જીતી ચૂક્યું છે. જે બાદ શ્રીલંકાએ 5 વખત અને પાકિસ્તાને 2 વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે.
આ પણ વાંચો:કૈલાશ પર્વત,કેમ કોઈ પણ હજુ ચઢી નથી શક્યું ?
ભારત પાકિસ્તાન લાઇવ મેચ કઈ ચેનલ પર નિહાળી શકશો
એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હોટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
*ભારત પાકિસ્તાન લાઇવ મેચ કેટલા વાગે શરુ થશે
સાંજે 7:30 વાગે શરૂ થશે
*ભારત પાકિસ્તાન ટી૨૦ મેચ લાઇવ મેચ કઈ તારીખે છે ?
૨૮ ઓગષ્ટના રવિવાર ભારત પાકિસ્તાન ટી૨૦ યોજાવાની છે.
*ભારત પાકિસ્તાન લાઇવ મેચ કઈ ચેનલ પર નિહાળી શકશો ?
ભારત પાકિસ્તાન મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે.