Universities in Gujarat: રાજ્ય સરકારે વિધાનસભા ખાતે રાજ્યમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટી સ્થાપવા માટે ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિધેયક 2023 શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.
શિક્ષણ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે નવી પાંચ ખાનગી યુનિવર્સિટી શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
(1) સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી, ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસ,અમદાવાદ
(2) જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટી, સીદસર રોડ, ભાવનગર
(3) સિગ્મા યુનિવર્સિટી, વાઘોડિયા-વડોદરા
(4) રજ્જુ શ્રોફ, રોયલ યુનિવર્સિટી, વાપી અને
(5) કે. એન. યુનિવર્સિટી, સાણંદ, અમદાવાદ મળી કુલ પાંચ નવી ખાનગી યુનિવર્સિટીઓ સ્થપાશે.
મંજૂરી બાદ ખાનગી યુનિવર્સિટી અધિનિયમ ૨૦૦૯ અંતર્ગત રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા 108 થશે.
શિક્ષણ રાજ્ય મંત્રીએ કહ્યું કે, આપણી સંસ્કૃતિમાં જ્ઞાન-વિજ્ઞાનનું પૂજન કરનારી શિક્ષણ પદ્ધતિ હતી. ભારતના ભવ્ય ઇતિહાસ, ભવ્ય સાંસ્કૃતિક વારસાના મૂલ્યોને આવરી લઈ નવી શિક્ષણ પદ્ધતિ અંતર્ગત વિદ્યાર્થીઓને ચિંતામુક્ત બનાવી ભાર વગરના ભણતર થકી વધુ સર્જનાત્મકતા વિકસાવવામાં ઉપયોગી સાબિત થશે.
મંત્રી શ્રી પાનશેરીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવી રહ્યા છે, જે રાજ્યની શિક્ષણ પ્રણાલીમાં થઈ રહેલા સુધારાઓ અને શિક્ષણક્ષેત્રે થયેલા માળખાકીય વિકાસની સાક્ષી પૂરે છે. નવી મંજૂર થયેલી યુનિવર્સિટીઓ પણ નવી શિક્ષણ પદ્ધતિ મુજબ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાને સાકાર કરશે
આ પણ વાંચો: સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023: છેલ્લી તારીખ- 15/04/2023
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે