અમદાવાદમાં પીએમ મોદી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો આજે પ્રારંભ કરાવી રહ્યા છે. આજથી અમદાવાદમાં ભવ્ય રીતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સાવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે એક મહિનો સુધી ચાલનાર આ શતાબ્દી મહોત્સવમાં મળતી વિગતો અનુસાર 24 દેશના પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેઓની હાજરી રહેશે.
અમદાવાદના ઓગંજ ખાતે 600 એકર જમીનમાં વિશાળ સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. જ્યાં આજે સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ સાંજે 5 વાગે કરવામાં આવશે.
જો કે, આ એક મહિનામાં 3 લાખ એનઆઈઆર ભાગ લેવા આવવાના હોવાથી શહેરની મોટા ભાગની એસજી હાઈવે આસપાસની હોટેલોના બુકિંગ ફૂલ થઈ ગયા છે ત્યારે અન્ય અમદાવાદની હોટેલોના પણ બુકિંગ 70 ટકા સુધી ફૂલ થઈ ગયા છે.
20 હજાર રૂમનું એડવાન્સ બુકિંગ
આ મહોત્સવમાં ત્રણ લાખ NRI સહિત 55થી 60 લાખ લોકો હાજર રહેશે. અમદાવાદની વિવિધ કેટેગરીની તમામ ફાઈવ સ્ટાર હોટલોમાં 90 ટકા અને ફોર સ્ટાર હોટલોમાં 70 ટકા રૂમ બુક કરવામાં આવ્યા છે. એટલે કે 20 હજાર રૂમનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. ફાઈવ સ્ટાર હોટલોમાં પણ પ્રથમવાર સ્વામિનારાયણના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: જો તમે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી તો આ 10 ટિપ્સ અનુસરો, તમને સફળતા મળશે
ફેસ્ટિવલના સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં વિદેશી ભારતીયો હાજર રહેશે
ફાઈવસ્ટાર હોટલોમાં પ્રથમવાર સ્વામિનારાયણના ભોજનની વ્યવસ્થા, રસોડું પણ અલગથી બનાવવામાં આવશે. 7 થી 15 જાન્યુઆરી દરમિયાન મહોત્સવના સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં NRI ભક્તો હાજરી આપશે. ફેસ્ટિવલના સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં વિદેશી ભારતીયો હાજર રહેશે. 24 દેશોના વડા પ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી, તેઓ કોઈપણ એક દિવસે મહિના સુધી ચાલનારા ઉત્સવમાં હાજરી આપશે. જેમાં એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટર્ડ ફ્લાઇટ્સની આવન જાવન પણ ચાલું રહેશે.
આ પણ વાંચો: કપાલભાતિ પ્રાણાયામ માનસિક સ્વાસ્થ્યની સાથે શારીરિક સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે, તેનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે