UPI એ એવી જ એક ભારતીય ટેક્નોલોજી છે જેણે પશ્ચિમી દેશોને ચોંકાવી દીધા છે. UPI પેમેન્ટ ભારતમાં જ નહીં વિદેશમાં પણ અપનાવવામાં આવી રહ્યું છે. ભારતમાં દરરોજ 22 કરોડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે. UPIને કારણે ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ સરળ થઈ ગયું છે. હવે કોઈ વસ્તુ ખરીદવા માટે તમારે મોબાઈલ અને ઈન્ટરનેટ જોઈએ, રોકડ નહીં. UPI 2.O માં ઇન્ટરનેટ વગર પણ પેમેન્ટ થઈ રહ્યું છે. અર્થ ચલણ અને ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ પણ સમય સાથે બદલાઈ છે અને ભારતીય યુપીઆઈએ પણ તેની ઘણી યોગ્યતાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં અજાયબીઓ કરી છે. હાલમાં, એક દેશમાંથી બીજા દેશમાં પૈસા મોકલવા માટે PayPal, OFX, Western Union, SWIFT જેવા ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ છીએ.
